25 August 2019

Vinod joshi સૈરન્ધ્રી ના અનુસંધાને



Image result for vinod joshi
વિનોદ જોશી. ૧૩-૦૮-૧૯૫૫ના રોજ અમરેલી જિલાના ભોરીંગડા ગામે જન્મ. વતન બોટાદ. પિતા હરગોવિંદદાસ પંચાયતમંત્રી હતા. વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારમંડિત ભાષા એમની દેન. પણ લોકગીતોની તળ ભાષાના સંસ્કાર માતા લીલાવતીબેન પાસેથી મળ્યા. ગામડાની શાળાના પાંચમા-છઠ્ઠા ધોરણના આ વિદ્યાર્થીને બાળપણથી જ પ્રાસ મેળવતા આવડી ગયું હતું: પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી.તળપદા ગીતોમાં પ્રયોજાતા રેની હાજરી ધ્યાનાર્હ છે. દસમા-અગિયારમા ધોરણમાં તો સંસ્કૃત વૃત્તોમાં ખેડાણ કરવું પણ આદરી દીધું હતું. ૧૮ વર્ષની વયે તો એ જમાનામાં કવિઓ માટેનો સૌથી દુર્ગમ ગઢ ગણાતા કુમારમાં એમની કવિતા પ્રગટ થઈ હતી. ભજનમંડળીઓમાં મંજીરાં અને નગારું વગાડવાની ટેવના કારણે લય પાકો થયો. કિશોરાવસ્થામાં ખેતી કરતા, ઢોર ચરાવતા, કોસ પણ ચલાવતા. ગ્રામ્યજીવનમાંથી એમના જ શબ્દોમાં તેઓ લોક અને શિષ્ટ બેઉના પાર વગરના પરચાપામ્યા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ, ડીન અને કુલપતિ તરીકે એમણે સેવા આપી છે. સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતી ભાષાના બીજી વારના કન્વીનર. વિમલ જોશી સાથેના લગ્નથી આદિત્ય નામે સંતાન. મોરારિબાપુની નિશ્રામાં શરૂ થયેલ અને વિશ્વભરના ગુજરાતીઓમાં અદકેરું અને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર અસ્મિતા પર્વના સર્વેસર્વાઓમાંના એક. હાલ, ભાવનગર ખાતે રહે છે.

કવિ વિનોદ જોશી ગુજરાતી ભાષાના કાલિદાસ છે. પ્રકૃતિની સાથોસાથ સંભોગશૃંગાર એમની રસાળ કલમેથી સતત ગિરા ગુર્જરીને ભીંજવતો રહ્યો છે. અહીં પણ એ ગરિમાપૂર્ણ પ્રગલ્ભતાથી છતો થયો છે.કવિતા ઉપરાંત નવલિકા, વિવેચન, આસ્વાદ અને સંપાદનના ક્ષેત્રમાં આગળ પડતું કામ. કવિતાના અલગ-અલગ પ્રકારોમાં કામ કરવાની એમને ફાવટ છે. ગીત એમનો પ્રધાન કાકુ. ખુદ કવિ પોતાને બહુ ગવાયેલા તરીકે પંકાયોકહી ઓળખાવે છે. પણ સૉનેટમાંય કવિ આગવો અવાજ જાળવીને પાણીમાં હંસ વિચરે એમ વિહરી શકે છે. ગુજરાતી સાહિત્યના અમર વારસાને આજની પેઢી સાથે જોડવાનું જે ભગીરથ કાર્ય તેઓ પોતાની જવાબદારી સમજીને કરે છે. મોરપિચ્છનામે પત્રનવલકથા (epistolary novel) પણ એમણે આપી છે
Image result for vinod joshi

“સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત
'સૈરન્ધ્રી પ્રબંધકાવ્ય છે. પ્રબંધકાવ્ય એટલે કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર ચિત્રણ કરતું આખ્યાન શૈલીનું મધ્યયુગીન કથાકાવ્ય. આપણે ત્યાં તેરમી-ચૌદમી સદીમાં એ વિશેષ લખાતાં. પ્રએટલે પ્રશિષ્ટ/પ્રકૃષ્ટ (ઉત્તમ) અને બંધએટલે બાંધણી. આમ, પ્રશિષ્ટ રીતે ગૂંથાયેલી-રચાયેલી કૃતિ એટલે પ્રબંધ એમ ગણી શકાય. ઐતિહાસિક વિષયવસ્તુ એના કેન્દ્રમાં છે. પ્રબંધમાં ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે વ્યક્તિની આસપાસ કથાગૂંથણી, પાત્રો, રીતિરિવાજો, તહેવારો, માન્યતાઓની સાથોસાથ કવિસહજ છૂટ લઈ કથાને મદદરૂપ પ્રસંગોની ઉમેરણી કે છંટણી કરીને કાવ્યસર્જન કરવામાં આવે છે. સંસ્કૃત મહાકાવ્યની નાની નકલ પણ એને ગણી શકાય. વીરરસ એનો મુખ્ય રસ છે પણ શૃંગારાદિ રસો પણ પૂરતા સીંચાયેલા જોવા મળે છે. પ્રબંધના નામ વિશે જો કે એકમત જોવા મળતો નથી. ગુજરાતીમાં રાસઅને પ્રબંધવચ્ચે પણ ઝાઝો અને સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. લાવણ્ય સમય સૂરિ વિમલ પ્રબંધમાં પ્રારંભે કવિયણ હું વિમલમતિ વિમલ પ્રબંધ રચેશિલખ્યા પછી જાતે જ કાવ્યાંતે પોતાની કૃતિને રાસકહે છે. શિખંડીની જેમ સૈરન્ધ્રીને પણ મધ્યકાળ અને આજના ગુજરાતી સાહિત્ય વચ્ચે સેતુ બાંધવાનો ભગીરથ પ્રયાસ ગણી શકાય. શિખંડીમાં છંદવૈવિધ્ય શરૂથી જ ધ્યાન ખેંચે છે.

સૈરન્ધ્રીની કથા તો મોટાભાગનાને વિદિત હશે જ. મહાભારતમાં ચોપાટની રમતમાં બધું જ હારી ગયા બાદ પાંડવોને શરત મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસની ફરજ પડી. અજ્ઞાતવાસમાં ઓળખાઈ જાય તો વળી બાર વર્ષ વનવાસ અને અજ્ઞાતવાસ. કોઈ ઓળખી ન લે એ માટે પાંડવો અને દ્રૌપદીએ ગુપ્તવેશે મત્સ્યદેશમાં વિરાટરાજાની વિરાટનગરીમાં અજ્ઞાતવાસ કર્યો. દ્રૌપદી રાણી સુદેષ્ણાની દાસી સૈરન્ધ્રી તરીકે રહી. સુદેષ્ણાનો ભાઈ અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક સૈરન્ધ્રી પર મોહી ગયો અને યેનકેન પ્રકારે એને વશ કરવા ચાહી. ગુપ્તવેશે રહેલા મહાવીર પતિઓ અને ખુદ રાજા વિરાટ મદદે ન આવ્યા ત્યારે દ્રૌપદી ભીમના શરણે ગઈ. ભીમે દ્રૌપદીની મદદથી કીચકને નાટ્યશાળામાં બોલાવી મલ્લયુદ્ધમાં કીચકને ખતમ કર્યો. કીચકના ૧૦૫ ભાઈઓએ ગુસ્સામાં સૈરન્ધ્રીને બાંધીને કીચક સાથે બાળવા કોશિશ કરી પણ ભીમે એ તમામને મૃત્યુના ઘાટ ઉતારી દ્રૌપદીને બચાવી લીધી. આ મૂળ કથા વિનોદ જોશીની સૈરન્ધ્રીમાં જરા અલગ પ્રકારે આવે છે. કવિ ખુલાસો દેતા કહે છે: અહીં મૂળ કથાને સ્હેજ ઝાલી તેનાથી છેડો ફાડી નાંખ્યો છે, એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે તેવું બને.પ્રસ્તુત કાવ્યમાં સૈરન્ધ્રી કીચક પર જાતે પ્રહાર કરે છે, અને એનું મૃત્યુ થાય છે. વળી ચિતા પર આરુઢ થવા પણ એને બાંધીને બળજબરીથી લઈ જવી નથી પડતી. ગુપ્તવાસ નહિ રહેશે છાનોના ડરથી વ્યાકુળ દેખાતા પાંડવો પર દૃષ્ટિપાત કરીને, રાજાની સજા સ્વીકારીને, એ જાતે સ્વયંસિદ્ધા, ઓજસ્વિની, નિર્ભીક અને ગૌરવાન્વિત થઈ ચિતા પર ચડે છે

સૈરન્ધ્રી તો નિમિત્ત છે. એ તો દેખીતી વાર્તાનું દેખીતું સ્તર છે. એ બહાને કવિ પરકાયાપ્રવેશ કરીને સ્ત્રીઓના મનોજગતનો તાગ મેળવવા મથે છે અને એ મથામણ આપણા સહુ સુધી પહોંચાડે છે. કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદી યુગસ્ત્રી હતી. Without it, Mahabharata would not have been possible. This is not the intention of the Draupadi poet, however. They are only interested in giving us a little slice of a year's worth - serendipity. On the one hand, they make us aware of narcissistic sensations, while on the other hand they identify us with the pain of our lost identity and our lifelong sense of recovery.  આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ. સહુ પોતપોતાની ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આપણી જાતના ખોવાઈ જવાના કારણો અને નિવારણોના પૃથક્કરણની મહાગાથા છે. 
Even Draupadi, despite being the wife of five Pandavas, cannot ignore Karna's own 'soft corner'. It has 'stopped the heart in one, divided the body into five'. When Draupadi was whispering to the 'staggering deer' in the assembly, the only ear that struck with anger was 'Angry eyes, the sun seemed to shine', 'the first, then the fifth, not the rotten cam system' roared with 'punk voice'.

ગઈકાલ અને આજ. બંને જાણે આકાશ અને ધરતી. એક-મેક સાથે કદી ભેટો થાય જ નહીં. વીતી ગયેલી ક્ષણ અને અત્યારની ક્ષણ કદી એકમેકને રૂબરૂ થઈ ન શકે. વિગત અને અનાગતની વચ્ચેની પળમાં આપણે સૌ શ્વસતાં હોવા છતાં વિગત કે અનાગત-બંનેથી આપણે કેડો છોડાવી શકતાં નથી. ભૂતકાળના રોમાંચથી વર્તમાનની ભીંતો કોણ નથી ઘોળતું, કહો તો! અનિલ ચાવડા ભલે એમ કહે કે, ‘ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં, કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું,’ પણ આપણું મન હંમેશા ગઈકાલના ઓરડામાં ઘૂસ મારવા આતુર જ હોય છે. ભૂતકાળનો વર્તમાન ગમે એટલો રક્તરંજિત કે શરમજનક કેમ ન હોય, વર્તમાન એના ભૂતકાળને હંમેશા સોનેરી પાને મઢવા મથે છે. ઇતિહાસ તો સારું-માઠું બંનેને આલેખે જ છે, પણ માનવમન હંમેશા સારું જોવા ને યાદ રાખવા ચહે છે. વીતી ગયેલી પળોનું વર્તમાન સાથેનું અનુસંધાન સાહિત્યકારો પરાપૂર્વથી કરતા આવ્યા છે. લગભગ પાંચેક હજાર વર્ષ પૂર્વે વેદ વ્યાસે રચેલ મહાભારત નામનું મહાકાવ્ય પણ જેમ સુહાગરાતે નવોઢા પતિને એમ સદીઓથી સાહિત્યકારોને આકર્ષી રહ્યું છે. વિનોદ જોશીનું સૈરન્ધ્રીપણ આવા જ કોઈક અદમ્ય આકર્ષણની ફળશ્રુતિ છે.
Image result for vinod joshi




Thank you
આભાર.


No comments:

Post a Comment

if you have any knowledge. please let me know

Language Lab